About_Us

શ્રી એસ. કે, વિદ્યામંદિરમાં આપનું સ્વાગત છે!

• જે બાળકો માટે મહત્વનું છે •

શ્રી એસ. કે, વિદ્યામંદિર એક માત્ર સર્વોત્તમ ગુજરાતી માધ્યમ સહ-શૈક્ષણિક અને સ્થાનિક શાળા ભાવનગરમાં છે શાળાનું જીવનસૂત્ર કે જે સર્વોચ્ચ અને શિક્ષિત સમાજ તરફ કાર્ય કરે છે.

શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન...

જ્ઞાનનું જીવન સાથેનું અનુસંધાન સાધી રમત રમતા, પ્રવૃત્તિ કરતા, ભાર વિનાનાં ભણતરનું આયોજન કરવું... શ્રવણ, વાંચન, લેખન, મનન, ચિંતન, સર્જનની પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ વિકાસ આધારીત શિક્ષણ પદ્ધતિનો અમલ કરવો... સંસ્કારમાં ભારતીય સંસ્કૃતિનો સ્વીકાર અને વ્યવહારમાં આધુનિક પરિવર્તનને આવકાર આપતા વિદ્યાર્થીઓ તૈયાર કરવા... વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ દ્વારા કારકિર્દી ધડતર તરફ આત્મવિશ્વાસ પૂર્વક આગળ વધે એ માટે અવસરો પુરા પાડવા... સામાજીક જાગૃતિ અભિયાનમાં વિધાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા જવાબદાર નાગરિકના નિર્માણની ભૂમિકા પૂરી પાડવી...

નેતૃત્વ અને કર્તૃત્વની દીક્ષા લઈ સર્જનશીલ અને પ્રગતિશીલ અભિગમ ધારણ કરી રાષ્ટ્ર અને સમાજને સમર્પિત વિદ્યાર્થીઓનું નિર્માણ કરવું.

• અમારી શાખાઓ •

ન્યુટન જુનિયર્સ પ્રિ - સ્કૂલ

* ગુજરાતી માધ્યમ

* અંગ્રેજી માધ્યમ

(નર્સરી, એલ. કે. જી., યુ. કે. જી., બાલમંદિર)

શ્રી વલ્લભી વિદ્યાપીઠ ગુરુકુળ

* અંગ્રેજી માધ્યમ

(પ્રાયમરી)

શ્રી એસ. કે. વિદ્યામંદિર મોડર્ન સંકુલ

* ગુજરાતી માધ્યમ

(ધોરણ ૧ થી ૧૨ - સાયન્સ,કોમર્સ,આર્ટસ)